અમદાવાદ : લંડનથી આવેલા 8 મુસાફરો કોરોના સંક્રમિત, તંત્ર થયું દોડતું

SVPમાં ઓમિક્રોનના બે અને સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો એક દર્દી દાખલ

ગઇકાલે અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે લંડનથી આવેલી ફલાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળ્યા હતા. અમદાવાદના બે મુસાફરોને SVP હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. શુક્રવાર સુધીમાં પરિણામ આવવાની શક્યતાઓ છે. SVPમાં ઓમીક્રોનના બે અને સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો એક દર્દી દાખલ છે.

એક તરફ ઋતુજન્ય રોગચાળો ભરડો લઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યભરમાં કોરોનાના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોય તેવી રીતે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

લંડનથી આવેલ 6, તાન્ઝાનિયા અને પોલેન્ડના 1-1 મુસાફર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે, તો એક વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો દેખાતા જીનોમ સિક્વન્સ માટે તાત્કાલિક અસરથી સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં ગુજરાતમાં વિદેશથી આવનાર 20 મુસાફરો કોરોના પોઝિટિવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં બીજી લહેર શાંત પડ્યા બાદ સૌથી વધુ કોરાનાના વધુ 87 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 5 મહિનાની સરખામણીએ મોટો વધારો છે. એક સાથે અચાનક 87 કેસ પોઝિટિવ આવતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી ગઈ છે. કોરોનાને માત આપીને 73 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘેર પરત ફર્યા છે તો જ્યમાં વધુ 2 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થયુ છે.  8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી