અમદાવાદ: હીરાવાડીમાં લાગ્યા હાર્દિક વિરુદ્ધના બેનરો, લખ્યું- ”સમાજનો ગદ્દાર’

પાસ નેતા અને હાલ માં જ તાજેતર માં કોંગ્રેસ માં જોડાયેલા હાર્દિકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ..ઠેર ઠેર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરુધ પોસ્ટરો લગાવી તેના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે ..જયારે અમદાવાદ માં પણ તેના વિરુધ બેનરો જોવા મળ્યા છે .. અમદાવાદ પૂર્વમાં આવેલા હીરાવાડી ખાતે હાર્દિક પટેલ વિરુધ ના સોસાયટી બહાર બેનરો લગાડાયા છે

નોંધનીય છે કે હાર્દિક ના વિરુધ લાગેલા બેનરો પર ”હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ તેના આ કારણો” તેવું લખાણ કરવામાં આવ્યું છે .. સાથે જ બેનરોમાં હાર્દિક કઈ રીતે સમાજનો ઉપયોગ કરી રાજકારણ માં પ્રવેશ કર્યો તેના મૂળભૂત મુદ્દાઓ પર દર્શાવાયા છે તો આ તરફ સોસાયટી ના રહીસો દ્વારા કોઈ પણ હાર્દિક ના સમર્થકો એ પ્રવેશવું નહી તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલ કોંગ્રેસ માં જોડાતા તેનું સન્માન કરવા માટે અમદાવાદ માં પાસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ..પરંતુ ત્યાં આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં લગાવેલા બેનરોમાં માત્ર હાર્દિક પટેલ નો ફોટો મુકવામાં આવતા ત્યાં પહોચેલા અલ્પેશ કથીરિયા સમર્થકો અને હાર્દિક ના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી ના દ્રશ્યો પણ સર્જાયા હતા ..અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઇ માંગ કરવામાં આવી હતી

 121 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી