September 23, 2021
September 23, 2021

અમદાવાદ : નિર્ણયનગર નજીક બંધ પડેલી સ્કૂલની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

કાટમાળ ભરવા આવેલા ડમ્પર ચાલકનું મોત

અમદાવાદના નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી જૂની ત્રિપદા સ્કૂલની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડને આ વિશે જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિ ટાંકીમાં પડી જતા અને તેની ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

ફાયર બ્રિગેડે સ્કૂલની ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે વ્યક્તિની ઓળખ અને તેની મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતકનું નામ ભવરલાલ વણઝારા છે. મંગળવારે મોડી રાત્રે બનાવ બન્યો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું. 

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પીઆઇ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાંકી ખૂલ્લી હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવશે. પાટિયું ઢાંકેલુ હતું કે કેમ વગેરે તપાસ કરી કાર્યવાહી કરાશે.પોલીસે અકસ્માત મોત નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

 16 ,  1