અમદાવાદઃ ફૂટપાથ પર સુઇ રહેલા મજૂર પર ફરી વળી કાર…

અમદાવાદનાં એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર કારચાલકે ફૂટપાથ પર સુતેલા મજૂર પર કાર ચડાવી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. એસજી 2 ટ્રાફિક પોલીસે ગાડી નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

શુક્રવારે મોડી રાત્રે 12 આસપાસ નો બનાવ એસજી 2 ટ્રાફિકની પકવાન બીટ ચોકી પાછળ સર્વિસ રોડ પર મૂળ રાજસ્થાનનો 65 વર્ષીય સુખલાલ દુબેલાલ પાવરી સૂતો હતો. ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવી અને સુતેલા સુખલાલ પર ચડી ગઈ હતી. તેઓ પરિવાર સાથે ત્યાં રહેતા હતા. એકાદ મહિનાથી છુટક મજૂરી અને રમકડાં વેચવાનું કામ કરે છે. મૃતકને 10 વર્ષથી લકવાની બીમારી હતી. વહીલચેર સાથે અહીં રહેતા હતા. પુત્ર જમવાનું લેવા ગયો હતો અને પુત્રએ પરત આવીને જોયું તો ટોળું હતું. છાતીના ભાગે પૈડું ફરી જતા મોત થયું હતું.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી