અમદાવાદ : કૃષ્ણનગરમાં ઘડિયાળની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો

 મોજશોખ માટે ચોરીના રવાડે ચડયો યુવાન, ગ્રાહક બનીને ચોરીને આપ્યો અંજામ

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપાસીતારામ ચોક નજીકની એક ઘડિયાળની દુકાનમાંથી સ્માર્ટ વોચની ચોરીનો બનાવ બન્યો. જે ઘટનામાં કૃષ્ણનગર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે રાજ પ્રજાપતિ નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જેની તપાસમાં ચોરે ગ્રાહક બની ચોરી કર્યાનું સામે આવ્યું છે.

આજથી થોડાક દિવસો અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ઘડિયાળના શો-રૂમમાં એક યુવક ઘડિયાળ ખરીદવાના બહાને ગયો હતો. અને બાદમાં તે યુવકને ઘડિયાળ પસંદ આવી જતા દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલી માંગી હતી. અને દુકાનદાર પ્લાસ્ટિકની થેલી લેવા અંદર ગયો તેટલી જ વારમાં આરોપી ચાર જેટલી સ્માર્ટ વોચ લઈને પલાયન થઈ ગયો હતો. બાદમાં વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે આરોપીને એક્ટિવા અને ચોરીની ઘડિયાળ સાથે ધરપકડ કરી લીધી છે.

ઘડિયાળ ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી છેલ્લા કેટલાય સમયથી બેકાર હતો. અને કોઈ મોજશોખના રવાડે ચઢેલો હોવાથી આ ચોરી કરવાનું નક્કી કર્યું હતું તેવી કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ રજુ કરી છે. પોતાના મોજશોખ પુરા ન હતા થતા જેના કારણે પૈસા મેળવવા માટે થઈને રાજ પ્રજાપતિએ ઘડિયાળની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન ઘડી નાખેલો હતો. જોકે પોલીસ સામે તેનો પ્લાન બહુ સમય ન ચાલ્યો અને તે પોલીસ ગિરફતમાં આવી ગયો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી