September 24, 2020
September 24, 2020

અમદાવાદ : શેર વેચવાનું કહી કોલકતાના શખ્સે યુવક પાસેથી 16 લાખ પડાવી લીધા

શેર વેચાણ કરી આપવાનું કહી કોલકતાના શખ્શે રાણીપના યુવક સાથે 16 લાખની ઠગાઇ આચરી

અમદાવાદ શહેરમાં શેર ખરીદવા અને વેચાણ કરી આપવાનું કહી ઠગાઇ આચરી હોવાની ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તાર રાધાસ્વામી રોડ પર રહેતાં જીગ્નેશ વીનુભાઈ ગોહેલનો વિશ્વાસ જીતી આરોપીએ ખરીદેલા શેર વેચાણ કરી આપવાનું કહી આશરે 16 લાખ પડાવી લીધા છે. હાલ જીગ્નેશ ગોહેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં આરોપી કૃણાલ કુમારપાલ શાહ નામધારી કોલકતાના શખ્સ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, થોડાક દિવસ પહેલા જીગ્નેશ ભાઇ પર કુણાલ કુમારપાલ શાહ નામના શખ્સનો ફોન આવ્યો હતો. જેમાં આરોપીએ કહ્યું હતું કે, મારી પાસે ફીનકોર્પ કંપનીના 600 શેર છે જેની કિંમત 910 છે. જે મારે વેચવાના છે. જીગ્નેશભાઈને રસ પડતાં તેઓએ શેર ખરીદવામાં રસ દાખવ્યો હતો. બાદમાં આરોપી કૃણાલના આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની વિગતો મગાવી હતી. બાદમાં જીગ્નેશભાઈએ કૃણાલના બેંક ખતામાં 600 શેરના રૂ.5,46,00 જમા કરાવ્યા હતા. બાદમાં કૃણાલે જીગ્નેશના ડિમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ બીજે દિવસે કુણાલનો ફોન આવ્યો હતો. જેમાં બે કંપનીના શેર વેચવાની વાત કરી હતી. જીગ્નેશને હીરો ફિનકોર્પના 1000 શેર રૂ.910ના ભાવના અને ઓકલેન્ડ કંપનીના 11 હજાર શેર રૂ.60 ભાવના આવ્યાનું જણાવ્યું હતું. જીગ્નેશે સોદો ફાઈનલ કરી કૃણાલના ખાતામાં રૂ.15.70 લાખની રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી.

પૈસા આપ્યા બાદ આરોપીએ ખાતામાં શેર જમા કરાવ્યા ન હતા. જીગ્નેશ ભાઇ ફોન કરીને વાત કરી તો આરોપી કુણાલ ઉડાઉ જવાબ આપી આજે નહીં કાલે જમા થઇ જશે તેમ કહેતો. જો કે એક બે દિવસ બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. બાદમાં જીગ્નેશ ભાઇએ રાણીપ પોલીશ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ ધાખલ કરી છે.

હાલ આ મામલે પોલીસે ખાતાની તમામ વિગતો તેમજ કોલ ડીટેઇલસ મેળવી આરોપી વિરુદ્ધ ઠાગાઇનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર