September 22, 2020
September 22, 2020

અમદાવાદ: કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા સાથે ગુજાર્યો બળાત્કાર

કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વકીલે ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી વકીલ પર બળાત્કારની ધારા લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

કાળો કોર્ટ પહેરી કોર્ટમાં લોકોના કેસ લડનારા પ્રભાત ડોક્ટર વકીલ છે. આ વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે. અને તેવો જ એક છુટાછેડાનો કેસ વકીલ પ્રભાતના હાથે આવ્યો હતો. 24 વર્ષની યુવતી પોતાના પતિ સાથે છૂટાછેડા માંગતી હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ વકીલે છૂટાછેડા કરાવવાના બદલે મહિલા સાથે જ બળાત્કાર ગુજાર્યો અને તે બળાત્કારના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર કરવા લાગ્યો. જેથી મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બળાત્કાર અને યૌન શોષણની આ ઘટનાની શરૂઆત 2019ના જૂન મહિનાથી થઈ હતી. પ્રથમ વખત આરોપી વકીલને મહિલાને કોર્ટ કેસના જરૂરી ના દસ્તાવેજ લેવાના બહાને ઘરે લઈ ગયો હતો. જ્યાં પ્રસાદી રૂપે પેંડો ખવડાવી મહિલા બેભાન થયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા.રાણીપ પોલીસે આ વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરી છે. જોકે આરોપી વકીલનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

 1,520 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર