અમદાવાદ : પૈસાની માંગણી કરતા શખ્સે યુવક પર કર્યો ઘાતકી હુમલો, મારી છરી મારી દીધી

યુવકે પૈસા આપવાનું ના કહેતા શખ્સ ઉશ્કેરાઇ ગયો, ચાકુ વડે કર્યો હુમલો

અમદાવાદ શહેરમાં રોજ બરોજ ચાકુ વડે હુમલાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. ત્યારે આજે વધુ એક બાપુનગર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પૈસાની માંગણીને લઇ શખ્સે યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. હુમલો કરનાર શખ્સે એક યુવક પાસે રૂ.50 હજારની માંગણી કરી હતી. જો કે યુવકે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે યુવક સાથે ઝઘડો કરી મારઝુડ કરી જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરી પેટના ભાગે બે ઘા માકી દીધા હતા. આ મામલે બાપુનગર પોલીસે હત્યાનો પ્રાયસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરના ગુજરાત હાઈસીંગ બોર્ડમાં રહેતા સલમાનમિયા શેખ (ઉ. વ 27) પોતાના પરિવાર સાથે રહે છે. મંગળવારે સાંજના સમયે સલમાનમિયા તેમનું કામ પૂર્ણ કરીને વિશ્વનાથનગરમાં આવેલી ઇરાની હોટેલ ખાતે બેઠા હતા. જો કે છેલ્લા ઘણા સમય બેસવા આવતો પરવેઝ ઉર્ફે ચોર ઉર્ફે ટકલો પણ ત્યાં બેસવા માટે આવ્યો હતો. દરમિયાન પરવેઝે અચાનક જ સલમાનમિયા પાસે આવી રૂ.5૦ હજાર ની માંગણી કરી હતી. જે કે સલમાનમિયાએ હું તને કેમ પૈસા આપુ તેમ કહી વગર કારણ પૈસા આપવાની ના પાડી દીધી હતી.

સલમાને પૈસા આપવાની ના પાડતા પરવેઝે ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જો કે
સલમાનમિયાએ ગાળો બોલવાની ના પાડતા પરવેઝ ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો. દરમિયાન અચાનક જ પરવેઝે તેના પેન્ટના ખીસ્સામાંથી છરી કાઢીની જાનથી મારી નાખવાના ઈરાદે સલમાનમિયા પર છરી વડે હુમલો કર્યો હતો અને પેટમાં બે ઘા મારી દીધા હતા. જો કે સલમાનમિયાને ગંભીર ઈજાઓ થતા તે જમીને પટકાઈ પડ્યા હતા. જે જોઈને પરવેઝ ત્યાંથી ભાગી ગયો હતો. બીજી બાજુ આસપાસના લોકોએ સલમાનમિયાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

બાપુનગર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં સલમાનમિયાએ પરવેઝના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી પરવેઝની ધરપકડ કરવાની તજવીજ હાથધરી છે.

 66 ,  1