શું તમને તાવ છે…? તો જ હવે AMC કરશે કોરોના ટેસ્ટ

કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશને બનાવી નવી પોલીસી

અમદવાદ શહેરમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ સર્તક બન્યું છે. ત્યારે AMC દ્વારા હવે કોરોના ટેસ્ટને લઇ બદલાવ કર્યો છે. હવે વ્યક્તિનું તાપમાન માપ્યા બાદ જ ટેસ્ટ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

AMCએ ટેસ્ટમાં બદલાવ જે બદલાવ કર્યા છે તે મુજબ, 38 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક લોકો ટેસ્ટીંગનો દુરુપયોગ કરતા હોવાનું એએમસી તંત્રના ધ્યાને આવ્યું છે. તો કેટલાક લોકો એક સ્થળે ટેસ્ટ કરાવી અન્ય સ્થળે પણ ટેસ્ટ કરાવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. તંત્રનો સમય અને મશીનરીનો બગાડ અટકાવવા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેથી હવેથી અમદાવાદમાં ટેમ્પરેચર ઉપરાંત અન્ય લક્ષણો જણાશે તો જ આગળના ટેસ્ટ કરવામાં આવશે. 

લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ બાદ જ પ્રવેશ

અમદાવાદના લાલ દરવાજા ભદ્ર વિસ્તારમાં દિવાળી પહેલા ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ શહેરીજનોમાં ભૂલાયા છે. ભીડભાળવાળા વિસ્તારમાં લોકો બિન્દાસપણે ફરી રહ્યા છે, ખરીદી કરી રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો પાથરણા નાંખી વેપાર કરી રહ્યા છે, તો હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા છે. આવામાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધવાની ભીતિ દેખાઈ રહી છે. 

તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ માર્કેટમાં ભીડ વધી રહી છે. ભીડના દ્રશ્યો જોઈને તંત્ર આખરે જાગ્યું છે. હાલ લાલ દરવાજા માર્કેટ આવતા લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ શરૂ થયું છે. બજારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કેનિંગ બાદ જ લોકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આથી અહીં ખરીદી કરવા આવતા લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. બીજું કે જો થર્મલ ગનમાં તાપમાન 38 ડીગ્રીથી નીચે આવે તો જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવે છે. જો તેનાથી વધારે તાપમાન હોય તો તેમને પ્રવેશ અપાતો નથી.

જોકે, બીજી તરફ અહીં ખરીદી કરવા આવતા લોકો બજારમાં ખરીદી માટે મોડું થઈ રહ્યાનું જણાવીને ભીડ કરી રહ્યા છે. નાના બાળકોને પણ માસ્ક પહેરાવ્યાં વગર સાથે લઈને માર્કેટ પહોંચી રહ્યા છે. થર્મલ સ્કેનિગ કરાવવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. આ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે. તંત્ર અને પોલીસના સમજાવવા છતાં લોકો સમજવા માટે તૈયાર નથી થઈ રહ્યા.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર