September 24, 2020
September 24, 2020

અમદાવાદ : હરિયાણાથી ટ્રકમાં લવાતો 11 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

PCBએ નારોલ-અસલાલી હાઇવે પરથી 11 લાખના દારૂ સાથે બે લોકોની કરી ધરપકડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યાં છે. આ સ્થિતિમમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી અને રાજ્યમાં સૌથી વધુ માંગ અમદાવાદમાંથી જ હોય તેવી પણ સંભાવના છે. કારણ કે શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી.

આ પરિસ્થિતિમાં અમદાવાદ શહરમાં PCBએ હરિયાણાથી લવાતો 11 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. PCBએ નારોલ-અસલાલી હાઇવે પરથી એક ટ્રકમાં લઇ જવાતો 11 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ટ્રકના ડ્રાયવર અને કલીનર ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ, હરિયાણાથી વિદેશી દારુનો વિપુલ જથ્થો શહરેમાં આવતો હોવાની ચોકકસ બાતમી PCBને મળી હતી. બાતમી મળતા જ PCBએ નારોલ- અસલાલી હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન હરિયાણા પાર્સિંગની ટ્રક પસાર થઇ હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તેમના નામ ટ્રકચાલક નવદીપ બિશનોઈ અને ક્લીનર અક્ષય બિશનોઈ (બંને રહે. હરિયાણા) હોવાનું કહ્યું હતું. ટ્રકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.11 લાખની કિંમતની 2760 દારૂની બોટલ મળી આવી હતી.

પૂથપરછમાં ટ્રક ચાલકે હરિયાણાથી દારૂ ભરી અમદાવાદ રાજુ નામના શખ્સને ફોન કરી આપવાનો હોવાનું જણાવ્યું હતું. હરિયાણાના સતપાલ બિશનોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો અને પોલીસ રોકે તો બીલટી બતાવવા કહ્યું હતું. અમદાવાદ પહોંચી અને રાજુ હિસાર નામના શખ્સનો નંબર આપ્યો હતો તેને ફોન કરવા કહ્યું હતુ.

હાલ આ મામલે પોલીસે ટ્રક ડ્રાઇવર તેમજ કલીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ક્યાંથી અને કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 134 ,  1