અમદાવાદ : ચોકલેટ લેવા આવેલી બાળકીને દુકાનદારે ભર્યું બચકું, પોલીસે કરી ધરપકડ

બાપુનગર વિસ્તારની ઘટના, બાળકીના ગાલ પર દુકાનદારે ભર્યું બચકું

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક હવસખોર નરાધમે ચોકલેટ લેવા આવેલી સાત વર્ષની દીકરીના ગાલ પર બચકું ભરી લીધું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાત વર્ષ ની બાળકી ઘરની નજીક માં આવેલ દુકાન માં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે દુકાનદારે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકીને ગાલ નાં ભાગે ઇજાનાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં ભાંડો ફૂટ્યો હતો. પરિવારજનોએ દુકાનદારને ઠપકો આપતા માફી માંગી હતી, જોકે રખિયાલ પોલીસે ફરિયાદ નોંધી દુકાનદાર રજીઅહેમદ શેખની ધરપકડ કરી છે.

જૂના બાપુનગર વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે સાત વર્ષ ની બાળકી પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા બપોરે ઘરની નજીકમાં આવેલ દુકાનમાં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે નરાધમ દુકાનદાર રજીઅહેમદે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.

જે અંગે ની જાણ ફરિયાદ એ તેના પરિવારજનો ને કરતાં તેઓ દુકાનદારને ત્યાં પહોંચ્યા હતા. જો કે દુકાનદાર એ આ બાબતે તેઓ ની માફી પણ માંગી હતી. પરંતુ પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

પરિવારજનોની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપી દુકાનદાર રજીઅહેમદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર