અમદાવાદ : રામોલમાં ચોરીને અંજામ આપતા બદમાશને દબોચી લીધો..

નવરાત્રીના તહેવારનો લાભ લઈ મોડીરાત્રે અનેક ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ

પોલીસે આરોપીની કુલ 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં દિવસેને દિવસે લૂંટફાટ,ચોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે. તેમજ આર્થિક તંગીના પગલે ચોરી સહિતની ગુનાહિત જેવી પ્રવૃતિ તરફ વળી જાય છે આવી જ ઘટના એક પ્રકાશમાં આવી છે. રામોલ વિસ્તારમાં નવરાત્રીના તહેવારનો લાભ લઈ મોડી રાત્રે જાહેરમાં પડી રહેલ સાઉન્ડ, મોબાઈલ તેમજ વાહનોની બેટરીની ચોરી કરતા એક સખ્સની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસે આરોપી પાસેથી કુલ 80,000 મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત પ્રમાણે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ બનતા અટકાવવા માટે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમીના હકીકત આધારે રામોલ રામરાજ્ય નગર ચાર રસ્તા પાસે પંચો સાથે રેડ પાડતા મૂળ રાજસ્થાની રામોલમાં રહેતા આરોપી અંબાલાલ ઉર્ફે ભગવાનજી ખટીક(ઉ.મ.34) દબોચીને કડક પૂછપરછ હાથ ધરતા આરોપીએ સ્વાકીર્યું હતું કે, પૈસાની જરૂરના પગલે ગત 13 તારીખે રોજ રામોલના કૈલાશ પાર્ક સોસાયટીમાંથી ખુલ્લી જગ્યામાંથી સ્પીકરની તેમજ હરીહર સોસાયતીમાંથી એમ્લીફાયર, સ્ટેપીલાયઝરની ચોરી કરી હતી. એટલું જ નહીં 15 તારીખના રોજ શીવસંભુ સોસાયટીમાંથી લોડિગ રીક્ષામાંથી બેટરીની ચોરી તેમજ મોડી રાત્રે બહાર સૂતા હોય ત્યારે નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કર્યું હોવાનું કબૂલ્યું છે. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 127 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી