અમદાવાદ : રાણીપમાં બે માળનું મકાન ધરાશાયી, એકનું મોત : 3 ઘાયલ

કુલ ત્રણ વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદના રાણીપ વિસ્તારની શાકમાર્કેટ નજીક આવેલ નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન  એકાએક ધડાકા સાથે તુટી પડ્યુ હતું. મકાન તુટી પડતા અંદર રહેલા પરિવારના સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરીત ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડના જવાબો, મકાનના કાટમાળમાં ફસાયેલિકેટ બચાવવા માટે હાથ ધરી ઝડપી બચાવ અને રાહતની કામગીરીમાં કુલ વ્યક્તિના જીવ બહાર નીકળ્યા હતા. જ્યારે એક વ્યક્તિની કાલે બહાર નીકળ્યો હોય ત્યારે. બચી ગયેલ વ્યક્તિની સારવાર અર્થે હોસ્પિટલમાં જવાના જવાબો. નેમિનાથ સોસાયટીમાં બે દિવાલોના મકાન, એક સમયે કેવી રીતે વૈશ્વિક ભૂતિયા પરીક્ષણ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ વીજળી પડકારો આ દુર્ઘટના સર્જાઈ શરુઆતની ઘટના છે.

ભરઉનાળે ગુજરાતમાં વરસાદી માહોલ

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. જોકે, આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. 

અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. હિંડોરણા, છતડીયા સહિતના આસપાસના ગામોમા વરસાદી છાંટા પડ્યા હતા. પાટણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. કાલોલ પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના બોલુન્દ્રામાં પણ ભારે પવન છૂટ્યો હતો. તો આ સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીમાં મોડી રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદી છાંટા આવ્યા હતા. મોડાસા, શામળાજી સહિતના
વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા હતા.

 47 ,  1