અમદાવાદ : શહેરકોટડા વિસ્તારમાં દેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ

 કંટ્રોલ રૂમમાં જાણ થતાં શહેરકોટડા પોલીસે કરી કાર્યવાહી

શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં મહિલા વેચતી હતી દારૂ

અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં પોલીસે દેશી દારુના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં પોટલીયા ચાર રસ્તા પાસે જજ સાહેબની ગલીમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો કંટ્રોલરૂમમાં મેસેજ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી.

એક જાગૃત નાગરિક દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં એક મહિલા દેશી દારૂ વેચતી હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજના પગલે શહેરકોટડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલા બુટલેગર મધુબેન દંતાણીને દેશી દારૂ સાથે ઝડપી તેની સામે ગુનો નોંધ્યો હતો.

મળતી વિગત મુજબ, શહેરકોટડા વિસ્તારમાં પોટલીયા ચાર રસ્તા પાસે આવેલી જજસાહેબની ગલીમાં મધુબેન નામની મહિલા દેશી દારૂ વેચતી હોવાને લઇ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે “મધુબેન દેશી દારૂ વેચે છે, આ ધંધો બંધ કરાવો. મધુબેન કહે છે કે ભલે મર્ડર થઈ જાય પણ ધંધો બંધ નહિ થાય જેથી હવે પોલીસ કંઈક કરે” મેસેજના પગલે શહેરકોટડા પોલીસ સ્ટાફ જજસાહેબની ગલી ખાતે પહોંચી અને મધુબેન દંતાણી નામની મહિલા બુટલેગર પાસેથી દેશી દારૂનો જથ્થો ઝડપી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર