અડાલજ નજીક અદાણી શાંતિગ્રામમાં મહિલા ડોક્ટરે કર્યો આપઘાત

જીસીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટરે લગાવ્યો ફાંસો

ગાંધીનગરના અડાલજ પાસે આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા એક મહિલા ડોકટરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. મહિલા ડોકટર ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજમાં MD તરીકે ફરજ બજાવતા હતા. જો કે આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અડાલજ પાસે આવેલા અદાણી શાંતીગ્રામ વોટર લીલી એપાર્ટમેન્ટ બી/1101 એક માં રહેતા નિલેશભાઈ રમણલાલ ચૌહાણ અમદાવાદ સોલા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના 40 વર્ષીય પત્ની ડોક્ટર મનિષાબેન પણ અમદાવાદના ચામુંડા બ્રીજ પાસે આવેલ ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં એમડી તરીકે ફરજ બજાવતા હતા. ડોકટર દંપતીને સંતાનમાં એક સાત વર્ષની દીકરી છે.

મનીષા બેને વહેલી સવારે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી. સવારે ઘરના બાથરૂમમાં કપડા સુકવવાની એંગલમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં મનીષાબેનની લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં જ સાતેજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર મનીષાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણવા મળ્યું નથી. તો બીજી તરફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 495 ,  8