September 21, 2020
September 21, 2020

અમદાવાદ : રામોલ વિસ્તારમાં મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર

રક્ષાબંધન બાદ બહેનની હત્યા થઇ હોવાની ભાઇએ વ્યક્ત કરી હતી શંકા

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો પતિ બહારગામ હોવાથી તે ઘરે એકલી હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધનના દિવસે છેલ્લે તેનો ભાઈ તેને મળ્યો હતો અને બાદમાં તેની બહેનની હત્યા થઈ હોવાની જાણ થતા તેણે ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, રામોલ પોલીસની હદમાં આવતાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં સરીતા એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. મૃતક મહિલાનું નામ સૌકી ઉર્ફે મીરા છે. સૌકીએ આઠ વર્ષ પહેલા તેના પતિનું નિધન થતાં રામસ્વરૂપદાસજી સાધુ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. બને વસ્ત્રાલ ખાતે રહેતા હતા. રામસ્વરૂપદાસજી કપડવંજ ખાતે પણ રહેતા અને ખેતી તથા સેવા પુજાનું કામ પણ કરતા હતા.

ગુરુવારે સૌકી ઉર્ફે મીરાનાં ધર્મના ભાઈએ શબ્બીરને ફોન કર્યો કે તેના ઘરનો દરવાજો કોઈ ખોલતું નથી. જેથી શબ્બીર ભાઈ ત્યાં પહોંચ્યા હતા. પણ ઘરની ચાવી ન હોવાથી ફર્નિચર બનાવનાર ને બોલાવી આ ચાવી મેળવી અને ઘર ખોલ્યું હતું. ઘર ખોલતા જ તીવ્ર વાસ આવવા લાગી બુમાબુમ કરતા સૌકી ઉર્ફે મીરા બહાર આવી ન હતી. જો કે સૌકી મૃત હાલતમાં મળી આવી હતી. શરીરના ભાગે ચાકુના નિશાન હતા. તેથી ચાકુ મારી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફરિયાદમાં મૃતકના ભાઇએ રામસ્વરૂપદાસજીને અન્ય સ્ત્રી સાથે સબંધ હતા અને તે બાબતે સૌકી ઉર્ફે મીરા વાત કરતી ત્યારે ઝગડા થતા હતા. મૃતકના ભાઇએ બહેનના પતિ પર જ શંક ઉપજાવી છે. હાલ આ શંકાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મામલે પીઆઈ એમ એણ કોટવાલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હત્યાનો બનાવ રક્ષાબંધનની આસપાસ બન્યો છે. એ વખતે મહિલા ઘરમાં એકલી હતી. તેની ઉપર ચપ્પાનાં ઘા મારવામાં આવ્યાં છે. મહિલાનો પતિ બહારગામ હતો. અને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને સ્થળ પરથી પુરાવા એકત્ર કરવા તથા મહિલાનાં પતિનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત એપાર્ટમેન્ટનાં સીસીટીવી ફુટેજ મેળવીને શંકાસ્પદ શખ્સોની ભાળ મેળવવા પ્રયત્નો આપ્યો છે. હત્યાનાં સમાચાર ફેલાતાં એપાર્ટમેન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર