અમદાવાદ : મહિલા વકીલને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, અશ્લીલ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી કરતો હતો ગંદુ કામ

ડિવોર્સ લેવા આવેલા યુવકે વાડજની મહિલા વકીલને બનાવી હવસનો શિકાર…

અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી પરણિત યુવકે અવાર નવાર મહિલાને હવસનો શિકાર બનાવી ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત મહિલા પોતે વકીલ છે. નવરંગપુરા ખાતે આવેલ ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.

ફરિયાદ મુજબ આરોપી યુવક પોતાની પત્નીને ડિવોર્સ આપવા માટે પીડિત મહિલા વકીલના સંપર્કમાં આવ્યા હતો. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ સંબંધ બાધ્યા હતા. એટલું જ આરોપી યુવકે મહિલાને કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો ઉતારી અવાર નવાર ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. બાદમાં પરિવાર સાથે મારા મારી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ આ મામલે વાડજ પોલીસે દસક્રોઈ ખાતે જેતલપુરમાં રહેતો પંકજ મહેન્દ્ર ભાઇ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, આરોપી પંકજ મહેન્દ્ર ભાઇ મકવાણા છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં આવતો જતો હતો. પંકજે મહિલા વકીલનો મોબાઇલ નંબર લઇ અવાર નવાર કેસની માહિતી લેતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઇ હતી. એક દિવસ આરોપીએ પોતાની પત્નીને છુટાછેડા આપી હંમેશા દુર કરી પીડિત વકીલ મહિલાને લગ્નની લાલચ આપી હતી.

લગ્નની લાલચ આપ્યા બાદ મહિલાને વિશ્વાસમાં લઇ એક દિવસ આરોપી પંકજ મકવાણાએ પીડિતાને અસલાલી બ્રિજ નિચે મળવા બોલાવી હતી. બાદમાં મહિલાને ગેસ્ટહાઉસમાં લઇ જઇ મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાધ્યા હતા. જોકે બે મહિના બાદ આરોપીએ ફરી મહિલાને અસલાલી ખાતે ગેસ્ટ હાઉસમાં બાોલાવી, મહિલાને કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો બનાવ્યો હતો. ભાનમાં આવ્યા બાદ મહિલા પોતાના ઘરે જતી રહી હતી. ત્યારપછી મહિલાએ આરોપી પંકજ સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો.

આરોપીએ મહિલાને ફરી મળવા બોલાવી હતી અને ધમકી આપતા કહ્યું હતું કે ‘જો તુ મળવા નહીં આવે તો તારો વીડિયો વાયરલ કરી દઇશ..’ ડરના મારે પીડિત મહિલા ફરી આરોપીને મળવા ગઇ હતી. જ્યાં આરોપીએ ફરી મહિલાને હવસનો શિકાર બનાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપી પંકજ ગઇકાલે મહિલાના ઘરે જઇ હોબાળો કર્યો હતો. તમારી દીકરી સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવી પીડિતા સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. જો કે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ માલમે મહિલાએ આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.

 208 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર