અમદાવાદ : અંધ વિશ્વાસમાં ચૂર થયેલ યુવકે મહિલા સાથે ઝઘડો કર્યો

મારા ઉપર માતા મુકેલી છે તેમ કહી યુવકે મહિલાને ફટકારી

શહેરના દરિયાપુર વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંધ વિશ્વાસમાં માનતા એક યુવકે મહિલાને તે મારા પર માતા મુકેલી છે તને હુ નહીં છોડુ તેમ કહી ફટકારી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. આ અંગે મહિલાએ દરિયાપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

દરિયાપુરમાં રહેતા 45 વર્ષીય ગાયત્રી વાઘેલા ઘરની પાસે બેઠા હતા ત્યારે પ્રેમ દરવાજા પાસે રહેતો મોહન મરાઠી ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમે મારા ઉપર માતા મુકેલી છે જેથી હું તમને નહીં છોડુ તમે તથા તમારા ત્યાં આવતા પ્રકાશ ધર્માજીને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન ગાયત્રીને બોચી પકડી લાફો મારી માર માર્યો હતો. ત્યારબાદ પ્રકાશ ત્યાં આવ્યો હતો જેને જોઈને મોહન મરાઠી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રકાશ સાથે પણ મારઝુડ કરી બીજા માણસોને લઈ આવું છું તમને શાંતિથી નહીં રેવા દવું તેમ કહીને જતો રહ્યો હતો.

આ અંગે ગાયત્રી વાઘેલાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મોહન મરાઠીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે

 48 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર