September 27, 2020
September 27, 2020

અમદાવાદ : મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની ચાકુના ઘા મારી હત્યા

છેલ્લા 24 કલાકમાં બીજી એક હત્યા સામે આવતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા

અમદાવાદ શહેરમાં હત્યાની ઘટના એક પછી એક પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. નિકોલ બાદ મેઘાણીનગરમાં એક યુવકની છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બીજી એક હત્યા સામે આવતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે.

મેઘાણીનગરના જોગેશ્વરી નગરમાં રહેતા એક યુવકની અંગત અદાવતમાં જાહેરમાં છરીના ધા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

મેધાણીનગરમાં જોગેશ્વરી નગરમાં રહેતા કેતન ઉર્ફે હેડન પરમાર (ઉં.વ.35) ઉપર ગુરુવારે બપોરના સમયે આરોપી તેજસ મહેરીયા અને અન્યોએ જાહેરમાં છરીથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજા પામતા કેતનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મેધાણીનગર પોલીસે આરોપી તેજસ મહેરિયા અને તેના માતાપિતા સામે ગુનો નોંધી તેજસની ધરપકડ કરી હતી.

કલાપી નગરમાં રહેતા વિઠ્ઠલભાઈ પરમાર એ પોલીસ ફરિયાદ આપી છે કે ગુરૂવારે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમની પડોશમાં રહેતા અમરતભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને ફરિયાદીના દીકરા કેતનનો બહાર ઝઘડો ચાલી રહ્યો હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી તરત જ ચાલીમાં બહાર પહોંચ્યા હતા. જ્યાં તેજસ ઉર્ફે તેજુ, જીતુ મહેરિય અને તેના પત્ની કેતન સાથે ઝઘડો કરી રહ્યાં હતાં. તેને બિભત્સ ગાળો આપી રહ્યા હતા. એટલું જ નહીં ઝઘડો એ હદે વધી ગયો હતો કે, જીતુભાઈએ કેતન ની ફેટ પકડી લીધી હતી.

જ્યારે તેજસ ઉર્ફે તેજુ એ કેતનને કાનની નીચેના ભાગે છરી મારી દીધી હતી. આ ધટના બાદ આસપાસ માં લોકો ભેગા થઈ ગયા હતાં અને તેમણે 108 ને જાણ કરી હતી. કેતનને લોહીલુહાણ હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર