અમદાવાદ : નિકોલમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

દહેગામ કેનાલ પાસે ઉધઈ મારવાની દવા પીધી દવા

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજના વિષયચક્રમાં ફસાયેલા લોકો પાસેથી વ્યાજખોરો વધુ વ્યાજ વસૂલી કરતા હોય છે. જેના ત્રાસથી લોકો મોતને વહાલું કરી દેતા હોય છે. ત્યારે નિકોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ઉધઇ મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે.

નિકોલના શિવપૂજન ટેનામેન્ટલમાં રહેતા જસ્મીન પટેલે રાજુ મિશ્રા અને પંચાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જસ્મીન ઓઢવ ખાતે સ્ટીલ કોર્પોરેશન નામની દુકાન ધરાવે છે. આજથી પાંચ વર્ષ પહેલા જસ્મીને ધંધા અર્થે રૂપિયાની જરૂર હોવાથી તેની સોસાયટીમાં રહેતા રાજુ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એક લાખનું વ્યાજ રોજે રોજ લેવાનું હતું. પરંતુ રાજુએ વ્યાજ નહીં લેવાની વાત કરી હતી.તેમ છતાં રાજીએ રૂપિયાની ઉઘરાણી કરી હતી. અને જસ્મીને તેને બે લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં પણ તે વધુ રૂપિયા માગતો હતો, જેથી જસ્મીનના પિતાએ એક સામે 18 લાખ રૂપિયા આપ્યા હતા.

આ દરમિયાન ઉમંગ પંચાલ પાસેથી પણ એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે જસ્મીનના પિતાએ 35 લાખ પૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ તે વ્યાજ માગીને ધાકધમકી આપતો હતો.

જો કે ગઇકાલે જસ્મીને રાજુ એન ઉમંગના ત્રાસથી કંટાળીને ધાંધા પરથી કોઇને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જસ્મીને દહેગામ કેનાલ પાસે ઉધઈ મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી.

આ સમયે તેના પિતા અને સગા સંબંધીઓ આવી જતાં જસ્મીનને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારબાદસારવાર દરમિયાન જસ્મીને રાજુ અને ઉમંગ વિરૂદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી