September 28, 2020
September 28, 2020

અમદાવાદ : દરિયાપુર વિસ્તારમાં યુવકની ચાકુ મારી હત્યા, એક ઘાયલ

અમદાવાદ શહેરમાં દરરોજ ક્રાઇમનાં કિસ્સામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ગૂનેગારો ગૂનાઓને અંજામ આપીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અમરાઈવાડી, વેજલપુર અને નિકોલ તેમજ મેઘાણીનગર બાદ હવે દરિયાપુર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગત મુજબ કોઇ અંગત અદાવતને લઇ યુવાનનને સરેઆમ ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એમડી ડ્રગ્સ બાબતે યુવકની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે.

ઘટનાની વિગત મુજબ, અશરફ ઘોડાને એમડી ડ્રગ્સની બાબતે સાજીદ ખંડેરાવ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આ મામલે ઉશ્કેરાટ થતા સાજીદે અસરફને છરી મારી દીધી હતી. જ્યારે અન્ય એક શખ્સ આ ઝઘડામાં વચ્ચે પડતા તેને પણ ઇજા પહોંચી હતી.

આ અંગે દરિયાપુર પોલીસની ટીમને જાણ થતા બનાવના સ્થળે પહોંચ્યા છે. આ તપાસ ટીમ સાથે જોડાયેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ હત્યાની તપાસ માટે અમે પહોંચ્યા છીએ અને સાજીદ ખંડેરાવ નામના શખ્સની તપાસ કરી રહ્યા છીએ.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર