અમદાવાદ : સેટેલાઈટ વિસ્તારમાં આનંદવિહાર ફ્લેટના રહિશોનો વિરોધ, સોસાયટી તોડવાના મુદ્દે લોકોમાં આક્રોશ

મંજૂરી વિના રિડેવલેપમેન્ટ સ્કીમ મૂકી હોવાનો રહિશોનો આક્ષેપ, JCB પર કર્યો પથ્થરમારો

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીને તોડવાના મામલે સ્થાનિકો રોષે ભરાયા હતા. ફ્લટેના રહિશોની મંજૂરી વિના રિડેવલપમેન્ટ સ્કીમ મૂકી હોવાનો રહિશોનો આક્ષેપ છે. સૂત્રોચ્ચાર કરી સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. શિવાલિક બિલ્ડર તેમજ GHB ચેરમેનની નજર આ સ્કીમ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રહિશોની પરવાનગી વિના બિલ્ડર જેસીબી અને ડમ્પર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન પથ્થરમારો થયો હતો.

સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સોસાયટીના રહીશોની કોઈ પણ મંજૂરી વગર ગુજરાત હાઉસિંગ બોર્ડના 132 મકાનોનું રિ-ડેવલપમેંટ માટેનું ટેંડર બહાર પડાયું હતું.. રહીશોને મકાન તોડવાની જાણ થતા RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી… જેમાં ખુલાસો થયો કે 132 મકાનો પૈકી 62 જેટલા મકાન માલિકોની સહીઓ થઈ ગઈ છે. જોકે વાસ્તવમાં કેટલીક સહીઓ બનાવટી કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-7 પ્રેમસુખ ડેલુ પણ બનાવની જાણ થતા સ્થળ પર પહોચ્યા અને રોષે ભરાયેલા સ્થાનિકોની સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

ટના રહીશોનો આક્ષેપ છે કે હાઉસિંગ બોર્ડનાં આ મકાનો 35 વર્ષ જૂનાં છે અને રિડેવલપમેન્ટના નામે કેટલાક બિલ્ડરો આ મોકાની જમીન પડાવી લેવા પેરવી કરી રહ્યા છે. ગુરુવારે રાત્રે પોલીસે આવીને રહીશોને મૌખિક રીતે મકાન ખાલી કરવા કહ્યું હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું. રહીશોનું કહેવું હતું કે રાતના સમયથી જ અહીં બુલડોઝર મૂકી દેવામાં આવ્યું હતું. જે બાદમાં તેમના મકાનો તૂટે નહીં તે માટે રહીશો રાતથી જ જાગી રહ્યા હતા. ત્યારે શુક્રવારે સવારે ફ્લેટ પાસે આવેલા JCB પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો.

સ્થાનિકોએ JCB પર પથ્થરમારો કરતાં ઝોન DCP પ્રેમસુખ ડેલુ ત્યાં પહોંચી ગયા હતા અને સ્થાનિકોને સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જેસીબી ફ્લેટ તોડવા માટે નહીં, પણ નવો રોડ બનાવવા માટે મગાવેલું છે. ફ્લેટ તોડવા માટે કોઈ પોલીસબંદોબસ્ત ફાળવવામાં આવ્યો નથી. તેમણે સ્થાનિકોને કહ્યું હતું કે જો મકાન તોડવાનાં હોય ત્યારે પોલીસ બંને પાર્ટીઓને સાથે રાખીને વાતચીત કરે છે, પછી જ બંદોબસ્ત માટે પોલીસબંદોબસ્ત ફાળવવામાં આવે છે. DCP પ્રેમસુખ ડેલુના સમજાવ્યા પછી ફ્લેટના રહીશો માની ગયા હતા અને આખો મામલો થાળે પડ્યો હતો.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર