અમદાવાદ : વહેલાલમાં વેપારીના બાળકનું અપહરણ, માંગ્યા 30 લાખ : પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

 સગીરે વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 30 લાખની ખંડણી માગી

અમદાવાદ ગ્રામ વિસ્તારમાં અપહરણની ઘટના બની હતી. જો કે પોલીસે ગણતરીની જ કલાકોમમાં અપહરણ થયેલ બાળકને છોડાવી સગીર આરોપીની ધરપકડ કરી લીધી હતી. વેપારીના 7 વર્ષના પુત્રનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. અપહરણ બાદ 30 લાખની ખંડણીની માંગ કરી હતી. જો કે આ મામલે બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે સર્ચ ઓપરેશન કરી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે તેના પિતા દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો. સગીરને ઝડપથી પૈસા કમાવવા હોય અને તેના પાડોશમાં રહેતો પરિવાર આર્થિક રીતે સુખી હોવાનું માની તેણે બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. સગીરે મંગળવારે સાંજે 5.30 વાગ્યે પાડોશમાં રહેતા વેપારીના 7 વર્ષના બાળકને કોઈ બહાને એક્ટિવા પર બેસાડી અપહરણ કરી લીધું હતું. રાતે બાળકના પિતાને પોતાના જ ફોન પરથી ફોન કરી રૂ. 30 લાખની ખંડણીની માગ કરી હતી.

પૈસાની માગ કર્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી હતી. જેથી DYSP કે.ટી કામરીયા, વિવેકાનંદનગર PI વાય.બી ગોહિલની ટીમો સક્રિય થઈ ગઈ હતી. સગીર સાથે તેના પિતાની વાતચીત પોલીસે ચાલુ રખાવી હતી. રૂ. 30 લાખ પરથી રૂ. 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. અપહરણ કરનાર સગીરે પહેલા બાળક સાથે પોતાનું પણ અપહરણ કર્યાની વાત કરી હતી. જો કે પોલીસને વાત પરથી ખુદ સગીર જ વાત કરતો હોવાનું ધ્યાન પર આવી ગયું હતું.

આરોપી પોતાના ફોન પરથી વાત કરતો હતો અને આખી રાત આરોપીને શોધવા ટીમો કામે લગાડી હતી. બાળકને લઈ આરોપી ગેરતપુર- બારેજડી રેલવે ટ્રેક પર બેઠો હતો. ટાવર લોકેશનના આધારે આખી રાત શોધખોળ કરી હતી. આરોપી ફોન પર ઓછી વાત કરતો હોવાથી પકડવો મુશ્કેલ હતો છતાં આસપાસની માહિતી મેળવી વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બંનેને શોધી કાઢ્યા હતા. આરોપી મૂળ નૈનિતાલનો રહેવાસી છે અને તેના માસા સાથે રહે છે. પૈસા મેળવવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું.

 65 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર