સુરેન્દ્રનગર : અમદાવાદ – લીંબડી હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત

બે લોકોના ઘટનાસ્થળે મોત, 30 ઘાયલ

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતા. કાનપરા ગામનાં પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પોરબંદર ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો છે.

 લિંમડી-અમદાવાદ હાઈવે ઉપર 30થી વધુ મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી ત્યારે અચાનક પુરપાટ ટ્રક ધસી આવ્યો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્યને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તેનું પણ મોત નિપજ્યું હતું આમ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે 30 લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જો કે પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી અને રોડ પરનો ટ્રાફિક પણ હળવો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે પોલીસે ગુનો નોંધી અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી