September 24, 2020
September 24, 2020

અમદાવાદ : સિવિલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર! કૃષ્ણનગર PI પર લગાવ્યા ગંભીર આરોપ

PIએ દુષ્કર્મના આરોપી પાસેથી 45 લાખ રુપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ, ACPને સોપાઇ તાપસ

અમદાવાદમાં નાશાવાળી ચોકલેટ ખવડાવી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. આરોપી સુનિલ ભંડેરીની ધરપકડ બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. દુષ્કર્મનો ભંડેરી નર્સને બાથરૂમ જવાનું કહીને વોર્ડમાંથી બહાર નીકળ્યો હતો. 

આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતાં પોલીસ કામગીરી તેમજ સિવિલ તંત્રની જવાબદારીપર સવાલો ઉઠવા પામ્યા છે. સિવિલ હોસ્પિટલથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોપી ભાગતા પોલીસમા દોડધામ મચી ગઇ હતી.એ.સી.પી કક્ષાના અધિકારીઓ પણ દોડતા થયા છે.

આરોપી બિલ્ડરે નરોડામાં રહેતી એક મહિલા સાથે અવાર નવાર ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. નશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ સુનિલ ભંડેરીએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ ગુનામાં કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડારીને ધરપકડ કરી સાંજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે.

તો બીજી તરફ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.કે.રાઠોડે દુષ્કર્મના આરોપી પાસેથી 45 લાખ રુપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ ખુદ દુષ્કર્મના આરોપીએ લગાવ્યા છે. આરોપીએ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તને એક લેખિતમાં અરજી પણ કરી છે. જેમાં દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. દુષ્કર્મના આરોપી ભંડેરીએ અરજીમાં જણાવ્યું છે કે ખુદ કૃષ્ણનગરના પીઆઇ જે.કે રાઠોડ, વહીવટદાર કૃપાલસિંહ, દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા અને તેનો પતિ મળીને આ ષડયંત્ર રચ્યું છે.

એટલું જ નહી દુષ્કર્મના કેસમાંથી બચાવવા પીઆઇ અને વહીવટદારે ધમકાવી એક કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. જેમાં આરોપી સુનિલ ભંડેરીએ 70 લાખ આપવા તેયાર થયા હતા.

ત્યારે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે.રાઠોડ વિરુધ્ધમાં પણ તપાસ જી ડીવીઝનના એસીપી એ.એમ.દેસાઇને સોંપાઇ છે. સેક્ટર 2 ના જેસેપી ગૌતમ પરમારે જણાવ્યુ છે કે આરોપી સુનિલ ભંડેરીએ અરજી કરી હતી કે બળાત્કારના કેસમાં પીઆઇ જે.કે.રાઠોડે 45 લાખ રુપિયા લીધા છે. સુનિલ ભંડેરીની અરજી પર તપાસ શરુ કરવામાં આવી છે.

 100 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર