અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યાં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારતી હોય તેવી કામગીરી કરી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરેક ઝોનમાં ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને તળાવમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરોના બ્રિડિંગને નાશ કરવા ગપ્પી ફીશ નાખવાની કામગીરી કરાઈ છે. આ ગપ્પી માછલીઓ મચ્છરોના પોરા નાશ કરે છે.
36 , 1