અમદાવાદ : ચાલીઓને સોસાયટીમાં તબદીલ કરી ગટરના રીપેરીંગ કામમાંથી હાથ ખંખેરતું AMC

છેલ્લાં માર્ચ મહિનાથી ગટર રીપેરીંગની ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય

સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા અમદાવાદ મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાના તો મોટા મોટા દાવો કરે છે પરંતુ પાછલા બારણે એવા પણ નિર્ણય કરે છે કે જેની જાણ નાગરિકોને જયારે ઘર આંગણે કોઈ સમસ્યા સર્જાય અને તેની ફરિયાદ કરવા જાય ત્યારે જ થાય છે.

આ જ પ્રકારનો એક કિસ્સો મધ્ય ઝોનમાં આવેલ અસારવા વોર્ડમાં આવેલા આઝાદી પહેલાની ઓમનગર ધાબાવાળી ચાલીનો પ્રકાશમાં આવ્યો છે.આઝાદી પહેલા અમદાવાદની કદાચ પ્રથમ ધાબાવાળી ચાલી એટલે ઓમનગર .જ્યાં એક મકાનની પાણીની ટાંકીમાં ચાલીની ગટરનું પાણી છેલ્લાં માર્ચ મહિનાથી લીકેજ થઇ રહ્યું છે પરંતુ છ છ મહિના વીતવા છતાં તેનું કોઈ સમાધાન થતું નથી.

ઘર માલિક બીપીન ડાભીએ માર્ચ મહિનાથી વોર્ડની મેઘાણીનગરમાં આવેલ એએમસી કચેરીમાં ફરિયાદો કરી છે પરંતુ દર વખતે ગટર રિપેરિંગ કરનાર ટીમના સુપર વાઈઝર મંગળદાસ એક જ રટણ કરે છે કે હવે તમારૂ ઓમનગરને કોર્પોરેશન ચાલી નહિ સોસાયટી ગણે છે જેથી સોસાયટીમાં કોર્પોરેશન કોઈ રેપીરીંગ કામ ના કરે એ સોસાયટીએ જ કરાવાનું હોય હારેલા થાકેલા બીપીન ભાઈએ પાંચ થી સાત વખત ઓનલાઈન અરજી કરી છતાં તેમની અરજી સીધી કોઈ પણ જવાબ આપ્યા વિના જ દફતરે કરી દેવામાં આવે છે.ત્યારે બીપીન ભાઈએ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું કે અમારી ચાલીને કોણે અને ક્યારે સોસાયટી જાહેર કરી તો તેનો કોઈ જવાબ અધિકારીઓ આપતાં નથી.

બીજીબાજુ ગટરનું લીકેજ પાણી હવે ટાંકીતો ઠીક ઘરના ઓટલા નીચેથી પણ નીકળવા માંડ્યું છે.માર્ચ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી વારંવાર ફરિયાદ કરવા છતાં સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા એએમસીના વહીવટી તંત્ર પાસે નિકાલ કરવાનો સમય નથી.ત્યારે અત્યારે ચાલતી વાયરલ સીઝનમાં આખે આખી ચાલીમાં રોગચાળો ફેલાવવાની પણ દહેશત ઉભી થઇ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી