September 19, 2020
September 19, 2020

અમદાવાદ : વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકી

બસ ખાડામાં ખાબકતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા, ચાર લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં એક મોટી દુર્ધટના સર્જાતા ટળી હતી. શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક એક AMTS બસ ખાડામાં ખાબકી હતી. બસ ખાડામાં ખાબકતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી છે.

મળતી વિગત મુજબ, બસની બ્રેક ફેઇલ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ એક ખાડામાં ખાબકી હતી 501 નંબર આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની હતી. પોલીસ તેમજ સ્થાનિક મદદથી તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ જેસીબી દ્વારા માટી હટાવી બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનામાં ચાર મુસાફરોને ઈજા પહોંચતા, સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે સમગ્ર મામલામાં એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. કામ ચાલુ હોવાથી રસ્તા પર કોઈ પ્રકારના બેરિકેડ્સ લગાવાવમાં આવ્યા નથી. જો કે બસની બ્રેક ફેલ થતાં બસ સીધી ખાડામાં ખાબકી હતી. સદ્ નસીબે મોટી દુર્ઘટના ટીળી હતી.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર