અમદાવાદ : શહેરના કુબેરનગર વિસ્તારમાં મળી આવી ત્યજી દીધેલી બાળકી

રીક્ષા ચાલાકને મળી બાળકી, સરદારનગર પોલીસને કરી જાણ

શહેરના કુબેરનગર પાસે રહેતા યુવકને નવજાત ત્યજી દીધેલી હાલત બાળકી મળી આવી હતી. જેથી યુવકે બાળકીને લઈ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયો હતો. ત્યારબાદ યુવક દ્વારા સરદારનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાતા વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કુબેરનગર આઈ.ટી.આઈ પાસે કોઈ અજાણી વ્યક્તિએ નવજાત બાળકીનો જન્મ છુપાવવા ત્યજી દીધી હતી. જો કે નજીક આવેલી કર્ણાવતી સોસાયટી પાસે રહેતા બળદેવજીએ રીક્ષા લઈ કામ પર જતા હતા. જેથી બળદેવજીની નજર નવજાત ત્યજી દીધેલી બાળકી પર પડી હતી. દરમિયાન બળદેવજીએ તેની માતા કલા બેન અને માસી શોભા બેનને લઈ બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.

બીજી તરફ ત્યજી દીધેલી બાળકીની ઘટના વિશે સરદાર નગર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. દરમિયાન ત્યજી દીધેલી હાલતમાં બાળકી મળતા બળદેવજી ઠાકોરએ સરદાર નગર પોલીસમાં અજાણ્યા સ્ત્રી અને પુરુષના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 61 ,  1