અમદાવાદ : બિહારની યુવતીએ ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોવાનું તપાસમાં ખૂલ્યું

દૃષ્ટિએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઈ મોતને કર્યું હતું વહાલું

અમદાવાદ આઈઆઈએમમાં પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની 25 વર્ષીય દૃષ્ટિ કાનાનીએ ડિપ્રેશનમાં આત્મહત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. દૃષ્ટિએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તપાસ દરમિયાન તેનાં માતાપિતાનાં નિવેદન લીધાં હતાં, જેમાં દૃષ્ટિ છેલ્લા કેટલાક સમયથી એકલતાને કારણે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

જણાવી દઇએ, બે દિવસ પહેલા IIMમાં અભ્યાસ કરતી 25 વર્ષીય વિદ્યાર્થીની દૃષ્ટિ કાનાનીએ સાંજે 4 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હતો. જો કે, હોસ્ટેલ રૂમમાં એકલી હતી તે દરમિયાન તેણે પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી દૃષ્ટિ હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી. દૃષ્ટિ મૂળ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી હતી.

પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ડિપ્રેશનના કારણે દૃષ્ટિ કાનાનીએ ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. પોલીસે તેના લેપટોપ, ફોનની તપાસ કરી હતી, જેમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ઉપરાંત તેના મિત્રોમાંથી પણ તે એકલતા અનુભવતી હોવાનું બહાર આવ્યું હતું

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર