અમદાવાદ : અજાણી યુવતીએ યુવકનું ઓટીપી મેળવી ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાવામાં આવી છે તેમ કહી ઓટીપી મેળવી લીધો

નરોડામાં રહેતા યુવકને તમારા ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવામાં આવી છે, તેમ જણાવી ઓટીપી મેળવી ક્રેડીટ કાર્ડમાંથી યુવતીએ પૈસા ઉપાડી લીધા હતા. યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડાની સીલ્વર રેસીડેન્સીમાં રહેતા અને ગાંધીનગરમાં એમ્બ્યુલન્સ વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હિંમતસિંહ સીસોદિયા (ઉ.વ.40)ને એક અજાણ્યા નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, હું આરબીએલ બેંકમાંથી બોલું છું તમારા કાર્ડની લીમીટ રૂ.30 હજાર વઘારવામાં આવી છે. હું તમને એક પાસવર્ડ આપુ છું અને તમારા મોબાઈલમાં જે ઓટીપીઆવે તે ઓટી પી મને મોકલી આપો ફોન કાપતા નહીં. જેથી હિંમતસિંહએ ફોન કાપ્યો ન હતો અને 6 આકડાનો ઓટીપી આવ્યો હતો તે આપી દીધો હતો. ત્યારબાદ યુવતીએ ફોન કાપી દીધો હતો.

જો કે ઓટીઆપવાના થોડા જ સમયમાં હિંમતસિંહના ક્રેડીટ કાર્ડમાંથી રૂ.29 હજાર ઉપડી ગયા હતા. જેની જાણ હિંમતસિંહને થતા તેમણે અજાણ્યા નંબર આવેલ ફોન પર પરત ફોન કરવાનો ટ્રાય કર્યો હતો. જો કે તે નંબર લાગ્યો ન હતો. જેથી પોતાના સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા હિંમતસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર