September 25, 2020
September 25, 2020

સલામ અમદાવાદના સપૂતને ! શહીદ રજનીશ પટણીને એરપોર્ટ ખાતે અપાયું ગાર્ડ ઓફ ઓનર

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતો અમદાવાદનો જવાન શહિદ

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા અમદાવાદના સપૂત રજનીશ પટણી શહિદ થયા છે. મેરઠ ખાતે તેમનું આકસ્મિક નિધન થયું હતું શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ. ત્યાર પછી એરપોર્ટથી શહીદના પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યો છે.

રજનીશ પટણી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે. તેમના આકસ્મિક મોતને પગલે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના સપુત રજનીશ પટણી શહીદ થયા હતા. તેઓ મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન રજનીશ પટણીનું આકસ્મિક નિધન થયું હતું.

 113 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર