અમદાવાદ: નરોડામાં પેરોલ જમ્પ કરી 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

નરોડા પોલિસની ટીમે સ્મશાન પાસેથી આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ શહેરના નરોડામાં પેરોલ જમ્પ કરીને ફરાર આરોપીની પોલિસે ધરપકડ કરી લીધી છે. પેરોલ પર છૂટ્યા બાદ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપીની નરોડા સ્મશાન પાસેથી દબોચી લીધો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોડા સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ સહિત નરોડા પોલીસની ટીમ બુધવારે પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જનકભાઇ પુંજાભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ ધૂમકેતુ આત્મારામભાઇને બાતમી મળી હતી કે, પેરોલ મળ્યા બાદ છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી હરેશ કાનજી સોલંકી (32) (રહે. નરોડા જીઆઈડીસી ગેટ નં .5) નરોડા સ્મશાન નજીક આવી રહ્યો છે.

જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસ ટીમ એલર્ટ બની હતી. આ દરમિયાન આરોપી હરેશ કાનજી સોલંકી ચાર રસ્તા પાસે પહોંચતાંની સાથે જ પોલીસ ટીમે તેને પકડી પાડ્યો હતો. આરોપી હરેશ કાનજી કાચાકામના કેદી છે. નરોડા પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ આરોપીને અમદાવાદ મધ્યસ્થી જેલમાં મોકલી આપ્યો છે.

 85 ,  1