અમદાવાદ : હોટલમાં સગીરાને પીંખનાર નરાધમોની ધરપકડ

ઘાટલોડિયાના શૈલેષ ભરવાડ, જગતપુરના વિજય ભરવાડ અને મકરબાના વિજય ભરવાડ નામના યુવકોની ધરપકડ

સગીરા લોહીલુહાણ થતા આરોપીઓ હોસ્પિલમાં મુકી ભાગી ગયા હતા – DCP

શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર ગેંગરેપ કરનાર આરોપીઓની ધરપકડ કરી છે. સગીરાને અડલાજની હોટેલમાં લઈ જઈને ૩ મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. શૈલેષ ભરવાડ, વિજય ભરવાડ અને અન્ય એક વિજય ભરવાડ દ્વારા સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી ફરાર થઈ ગયા હતા. સગીરા લોહીલુહાણ થતા ઓરપા હોસ્પિલમાં મુકી ભાગી ગયા હતા. ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસે ઘાટલોડિયાના શૈલેષ ભરવાડ, જગતપુરના વિજય ભરવાડ અને મકરબાના વિજય ભરવાડ નામના 3 યુવકોની ધરપકડ કરી છે.

બનાવની વાત કરીએ તો ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામા આવી હતી. જ્યાં 2 મિત્રો શૈલેશ ભરવાડ અને વિજય ભરવાડે સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખી હતી. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ અને બાદમાં અન્ય આરોપી વિજય ભરવાડની મદદથી સગિરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

ચાંદખેડા પોલીસે શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે સગાં સંબંધીને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામા પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

બંને મિત્રોએ વારાફરતી સગીરા પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો : ડીસીપી વિજય પટેલ

ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, 15 વર્ષની સગીરા જગતપુરમાં પરિવાર સાથે રહે છે. ઘાટલોડિયામાં રહેતા શૈલેષ ભરવાડ નામના યુવક અને મકરબામાં જ રહેતા વિજય ભરવાડના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેષે ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેષ અને વિજય સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતે આવેલી મહારાજા હોટલના રૂમમાં લઈ ગયા હતા. બંને મિત્રોએ વારાફરતી સગીરા પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી.

 107 ,  1