અમદાવાદ : ફરી વિવાદમાં આસારામ આશ્રમ, હૈદરાબાદથી આવેલો યુવક લાપતા

યુવકના માતા-પિતા પહોંચ્યા અમદાવાદ, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમ ફરી વિવાદમાં આવ્યું છે. હૈદરાબાદથી અમદાવાદ આસારામ આશ્રમમાં શિબિરમાં આવેલો યુવક ગુમ થયો છે, તો બીજી તરફ લાપતા યુવકના માતા-પિતા પુત્રને શોધવા અમદાવાદ આવ્યા છે. હાલ યુવકના માતા-પિતા પોલીસનો સહારો લઇ શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદના મોટેરા નજીક આવેલા આસારામના આશ્રમ ખાતે શિબિરમાં હૈદરાબાદથી વિજય નામનો યુવક આવ્યો હતો. 2જી તારીખની શિબિર બાદ યુવક ગુમ થયો છે. યુવક સાથે સંપર્ક ન થતા યુવકનો પરિવાર અમદાવાદ આશ્રમે તપાસ માટે આવ્યો હતો. જોકે યુવકનો પત્તો ન મળતા પરિવારે પોલીસની મદદ લીધી છે. પોલીસની એક ટીમ આશ્રમમાં તપાસ અર્થે પહોંચી છે.

આસારામ આશ્રમ અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યું છે. આ પૂર્વે દિપેશ અને અભિષેક નામના બે કિશોરના મૃત્યુ થયા હતા. જેમાં તાંત્રિક વિદ્યા થઈ હોવાના આક્ષેપ થયા હતા અને કેસ પણ ચાલ્યો હતો. બીજી તરફ આસારામ પણ દુષ્કર્મ કેસમાં જોધપુરની જેલમાં સજા કાપી રહ્યા છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી