September 28, 2020
September 28, 2020

અમદાવાદ : કારંજ વિસ્તારમાં પોલીસ પર હુમલો, આરોપીએ રિવોલ્વર ખેંચી PSIને ભર્યું બચકું

 PSI મકરાની પર હુમલો કરનાર એક બદમાશની ધરપકડ, બે આરોપીઓ ફરાર

અમદાવાદ શહેરમાં બેફામ બનેલા બદમાશો પોલીસ પર હુમલો કરી દીધો હતો. કાંરજ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ પર ત્રણ બદમાશોએ પોલીસ પર જાનલેવા હુમલો કર્યો હતો. એટલું જ નહીં પોલીસની રિવોલ્વર છીનવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે લોકો ફરાર છે.

શહેરના કારંજ વિસ્તારમાં PSI મકરાની સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન  ભટિયાર ગલીમાં ત્રણ યુવકોને રિક્ષામાં બેઠેલા જોતા તેમની નજીક ગયા હતા. રિક્ષામાં ત્રણેય લોકોની શંકાસ્પદ હિલચાલ જોતા પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી લોખંડની એક ફેટ મળી આવી હતી. લોખંડની ફેટ મળતા પોલીસે અસલમ નામના આરોપીને પકડતા તેને PSI ઉપર હુમલો કરી દીધો હતો.

હુમલામાં અસલમ નવહીએ PSIની રિવોલ્વર છીનવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે રિવોલ્વર છીનવામાં નિષ્ફળ જતા આરોપીએ PSIને બચકું ભરી લીધું હતું. અન્ય સ્ટાફ વચ્ચે પડતા આરોપીએ PSI મકરાનીનો અંગુઠ પકડી પાડ્યો હતો. જો કે ઝપાઝપીમાં PSI નીચે પડી ગયા હતા.

આ દરમિયાન આજુબાજુના લોકો આવી જતા આરોપીઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે લોકો રિક્ષા લઇ ફરાર થઇ ગયા હતા. જ્યારે PSI પર હુમલો કરનાર આરોપી ભાગવા જતા નીચે પડી ગયો હતો. બાદમાં પબ્લિકે તેને પકડી બરાબર ધોલાઇ કરી હતી.

આ મામલે પોલીસે IPC 186, 332, 324 અને GPA એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરી, એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર બંને આરોપીને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર