September 25, 2020
September 25, 2020

અમદાવાદ : નારોલમાં મહિલા સાથે છેડતી, કપડાં ફાડી લાજ લૂંટવાનો પ્રયાસ

મહિલા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી કર્યા શારીરિક અડપલાં 

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક મહિલા સાથે છેડતી થઇ હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે મહિલાએ ત્રણ લોકો વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં છેડતી તેમજ ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

ઝઘડામાં વચ્ચે પડતાં કપડા ફાડી તેમજ બિભત્સ ગોળો આપી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 લોકો વિરુદ્ધ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નારોલના સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતી એક મહિલા ઝઘડામાં વચ્ચે પડીને ઝઘડો છોડાવવા જતા છેડતીનો ભોગ બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મારા જમાઇ અને દિકરા સાથે સોસાયટીમાં રહેતા કમલેશ સોલંકી તથા તેના પિતા મોહન સોલંકી તેમજ તેમનો ભત્રીજો પિટું એ બોલચાલ કરી ઝઘડો કર્યો હતો. અને મારા મારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મહિલા ઝઘડામાંથી દિકરા અને જમાઇને છોડાવવા માટે વચ્ચે પડી હતી. જો કે ઉશ્કેરાયેલા કમલેશે મહિલા સાથે બદસલૂકી કરી હતી. મહિલાને બિભત્સ ગાળો આપી કપડા ફાડ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કમલેશ આવેશમાં આવી મારી સાથે ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આજુબાજુના લોકો આવી જતા ત્રણેય લોકો ભાગી ગયા હતા.

મહિલાએ કમલેશ સોલંકી તથા તેના પિતા મોહન સોલંકી તેમજ તેમનો ભત્રીજો પિટું સામે ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર