September 19, 2020
September 19, 2020

અમદાવાદ : સરદારનગરના બે બુટલેગરોનો ઓડિયો ક્લિપ વાયરલ, પોલીસ સાથે સાંઠગાંઠ હોવાનો ઉલ્લેખ..!!

ઓડિયો ક્લિપમાં બુટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠ હોવાનો ઉલ્લેખ..!!!

શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે આ વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં બે બુટલેગરો આપસમાં દારૂના ધંધાને લઈ રકઝક કરી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં વાત કરતાં બંને બુટલેગરો સરદારનગર વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં પોલીસના તાબા હેઠળ બંને બુટલેગરો દારૂના ધંધા નીકળતા હોવાનું સ્પષ્ટ પણે સંભળાઈ રહ્યું છે. જોકે નેટ ડાકીયા ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટી નથી કરતુ.

ઓડિયો ક્લિપમાં આ એક બુટલેગર બીજા બુટલેગરને ખોટા કેસમાં ફસાયો હોવાની વાત કરે છે. તો બીજો બુટલેગર પોલીસનું નામ લઈ એક પેટી મંગાવી હોવાની વાત કરી રહ્યો છે. બૂટલેગર પર આરોપ લગાવનારા બુટલેગર પણ પોલીસને જાણ કરી માલ પકડવાની ધમકી આપે છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યાં છે. આ સ્થિતિમમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી અને રાજ્યમાં સૌથી વધુ માંગ અમદાવાદમાંથી જ હોય તેવી પણ સંભાવના છે. કારણ કે શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી.

આ પરિસ્થિતિમાં અઠવાડિયા પહેલા સરદારનગર વિસ્તારમાં સરદારનગર વિસ્તારમાં PCBએ દારૂ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો. પોલીસે અંદાજિત બે લાખનો દારૂ કબજે કર્યો હતો

આ બંને બુટલેગરો પોતાના ધંધાને લઈ એકબીજાને ધમકી આપતા સંભળાઈ રહ્યા છે. એટલું જ નહીં ક્યાંક પોલીસનું પણ નામ સંભળાઇ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે જો પોલીસ જ બુટલેગરોને સાથ આપી ધંધો કરાવી રહી છે..? જો કે આ ઓડિયો ક્લિપ ને ડાકે ન્યૂઝ પુષ્ટી કરતું નથી પરંતુ પરંતુ બુટલેગરોની વાત પર ગુજરાતમાં દારૂબંધી અને પોલીસની કામગીરી પર ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે.

 915 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર