અમદાવાદની સ્વિમર માના પટેલ ઓલિમ્પિકમાં કરશે પ્રતિનિધિત્વ

જાપાન ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરશે ગુજરાતી

ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર 21 વર્ષીય સ્વિમર માના પટેલ જાપાનના આગામી ટોક્યો ઓલિમ્પિકમાં પંસદગી કરવામાં આવી છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ મહિલા બની ગઇ છે આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે.

માના પટેલ સ્વિમિંગમાં 180થી વઘુ મેડેલ મેળવ્યા છે જેમાં 25થી વઘુ આંતરરાષ્ટ્રીય મેડલ છે. માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે.

સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં પંસદગી અંગે ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા છે.

તેમજ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે. જેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી કોટાની અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન…’

 68 ,  1