September 28, 2020
September 28, 2020

અમદાવાદ : હેવાન સસરાએ લજવી માનવતા! પૂત્રવધુની કરી છેડતી, અવાર નવાર છાતી પર..

રૂમમાં એકલી સૂતેલી પૂત્રવધુ પર સસરાએ કર્યું ‘ગંદુકામ’

અમદાવાદમાં સસરાએ પૂત્રવધુની શારીરિક છેડછડા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે ઇજ્જત ખાતર મહિલા ચૂપ રહી હતી. આખરે સાસરીયાના ત્રાસ બાદ પિયરમાં રહેવા ચાલી ગયેલી પૂત્રવધુએ સસરા વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકમાં ફરિયાદ છે.

આમ તો પુત્રની પત્ની અને પુત્રના પિતા વચ્ચે દીકરી પિતાનો સબંધ હોય છે, ત્યારે આ સબંધને લાજવતી ઘટના સામે આવી છે. હાલ નવરંગપુરા ખાતે રહેતી મહિલાએ સેટેલાઇટ ખાતે રામદેવનગરમાં રહેતા તેના સસરા લક્ષ્મણભાઇ ભાટી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સસરા અવારનવાર શારીરિક અડપલાં કરતા હતા. ઘરમાં એકલતાનો લાભ લઇ નરાધમ સસરા ગંદી હરકતો કરતા હતા. જ્યારે વિરોધ કરવા જાય ત્યારે સસરા પૂત્રવધુને ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપતા હતા.

છેલ્લા બે મહિનાથી માતા પિતા સાથે રહેતી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પતિ ઘરની બહાર જાય ત્યારે સસરા પૂત્રવધુને એકલી જોઈ નજર બગાડતા હતા. રૂમમાં આવી હાથ પકડી છાતી પર હાથ ફેરવતાં અને બાહોપાશમાં લઇ ગંદી હરકત કરતા હતા. સસરા જબરજસ્તી કરતા ત્યારે પૂત્રવધુ ઘરની બહાર નીકળી જતી રહી હતી. સાંજે પતિ ઘરે આવતા તેણે આ બાબતે વાત કરી હતી. પતિએ તેના પિતાનું ઉપરાણું લઈ કોઈને આવું કહીશ નહીં જણાવીને ધ્યાન આપ્યું ન હતું.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈજ્જત ન જાય માટે આ વાત બહુ કોઇને જણાવી નહીં અને બનાવ ભૂલી ગયા હતા બાદમાં રાતે જ્યારે પતિ-પત્ની સુતા હોય ત્યારે સસરા રૂમમાં આવી જતા અને મારી સાથે સુવાની કોશિશ કરતા હતા.

હવસખોર નરાધમ સસરા અવારનવાર પૂત્રવધુને એકલી જોઈ છાતી અને પીઠના ભાગે હાથ ફેરવી વિકૃત આનંદ માણતા હતા. અને ધમકી આપતા કે કોઈને કહીશ તો સમાજમાં ઈજ્જત જશે.

એક દિવસ જ્યારે પૂત્રવધુ ઘરમાં એકલી સૂતી હતી ત્યારે સસરા અચાનક આવી ગયા હતા અને સૂતેલી પુત્રવધુ ઉપર દાનત બગાડી પીઠ પાછળ હાથ ફેરવી, અડપલા કર્યા હતા. જોકે આ મામલે મહિલાએ ફરિયાદ કરવાની વાત કરી તો સાસરીવાળાઓએ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

સસરાની આ હરકતથી મહિલા ડઘાઈ ગઈ હતી બાદમાં તે પોતાના પિયરમાં ચાલી ગઇ હતી. પોતાના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. મનમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સસરા લક્ષ્મણભાઇ ભાટી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

 127 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર