અમદાવાદ બન્યુ કુલ્લુ મનાલી શિમલા….

ઠંડીની સાથે ઝરમર ઝરમર વરસાદ, પહેરવું શું?

અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા તાપમાનનો પારો ગગડ્યો હતો. જેમાં શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શિવરંજની સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જેના પગલે અમદાવાદમાં શિમલા કુલ્લુ મનાલી જેવું આહલાદક વાતાવરણ બન્યું છે. બીજી બાજુ ભરશિયાળામાં કમોસમી વરસાદના પગલે નાગરિકોમાં મૂંઝવણ સર્જાઈ છે કે ઠંડીના સીઝનમાં ગરમ કપડાં કે રેઈનકોર્ટ પહરેવા? તેમજે જે લોકો શિમલા-મનાલી ફરવા જાય છે તેમને આ વાતાવરણ વધારે ગમતું હોય છે. નોંધનીય છે કે, માવઠા અંગે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરી દેવામાં આવી હતી.

અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અરબી સમુદ્રીમાં લો પ્રેશર સર્જાતા આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વરસી રહ્યો છે. જેમા આવતીકાલે પણ રાજ્યમાં વરસાદ રહેશે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજું પણ વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, આહવા, સુરત, દાહોદ અને અમદાવાદ વરસાદની સ્થિતી રહેશે. સાથેજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, માવઠાથી નુકસાની મામલે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે. 9 જિલ્લાના 37 તાલુકાને સહાય મળવા પાત્ર થશે. જેમાં અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી