અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું….

જાણો વિશ્વનું સૌથી મોંઘુ શહેર કયું….

ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વભરમાં વાગે છે. ત્યારે આવામાં અમદાવાદની યશકલગીમાં વધારો થયો છે. અમદાવાદને વિશ્વનું સાતમું સૌથી સસ્તા શહેરનું બિરુદ મળ્યુ છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ (Worldwide cost of living survey) રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. ગુજરાતના દરેક શહેરોની અલગ ખાસિયત છે અને એક અલગ અંદાજ છે.

આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તો રિપોર્ટમાં ઈઝરાયેલનું તેલ અવિવ દુનિયાનું સૌથી મોટું શહેર જાહેર થયુ છે. પ્રથમ પાંચમાં સૌથી મોંઘા શહેરમાં સ્થાન પામનાર પેરિસ અને સિંગાપુર જેવા અન્ય મોંઘા શહેરોને પાછળ છોડી દીધુ છે.

અમદાવાદની પહેલીવાર પસંદગી
રસપ્રદ વાત એ છે કે, આ લિસ્ટમાં પહેલીવાર અમદાવાદ શહેરની પસંદગી થઈ છે. તેમાં પણ 173 દેશોમાં ભારતમાંથી એકમાત્ર અમદાવાદને જ સ્થાન મળ્યુ છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. તો સૌથી સસ્તા શહેરમાં અમદાવાદને સાતમો રેન્ક મળ્ય છે. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. સૌથી સસ્તા શહેરોના લિસ્ટમાં પાકિસ્તાનનુ કરાંચી શહેર પણ આવે છે. પરંતુ તે લિસ્ટમાં અમદાવાદ કરતા પણ પાછળ છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે.

સૌથી સસ્તા શહેર

Damascus(Syria)
Tripoli(Libya)
Tashkent(Uzbekistan)
Tunis(tunisia
Almaty(Kazakhstan
Karachi(pakistan
Ahmedabad(India)
Algiers(Algeria)
Buenos Aires(Argentina)
Lusaka(Zambia)

સૌથી મોંઘા શહેર

Tel Aviv(Israel)
Paris (France)
Singapore
Zurich(Switzerland
Hongkong
New York

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી