અમદાવાદ : ભાભીએ સગીર વયની નણંદને દેહવ્યાપારમાં ધકેલી

પૈસાની લાલચમાં સગીરાને વાસનાભૂખ્યા હેવાનોને સોંપી દેવાઈ

છેલ્લા ઘણા સમયથી સમાજમાં સંબંધોને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં દુષ્કર્મની ઘટનાઓની સંખ્યાઓ નોંધપાત્ર છે. ત્યારે અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધોને તાર તાર કરી દીધા છે. સગી ભાભી પોતાની નણંદને અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. ભાભી દ્વારા બે હજાર રૂપિયાની લાલચમાં સગીર વયની નણંદને વાસનાભૂખ્યા હેવાનોને સોંપી દેવામાં આવી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને તેની સગી ભાભી દ્વારા દેહવ્યાપારમાં ધકેલી દેવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતા હતા. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી. ભાભી જ નણંદને બળજબરીપૂર્વક યુવકો સાથે મોકલતી હતી.
સગીરા પોતાના ભાઈને ત્યાં એકાદ મહિનો રોકાયા બાદ પોતાના ઘરે પરત ફરતા ત્યાં તેણે પોતાના બીજા ભાઈને જાણ કરી કે, જ્યારે તે ભાઈના ઘરે ગઈ ત્યારે ભાભીએ તેને તેની બહેનપણી સાથે એક હોટલમાં મોકલી દીધી હતી. જ્યાં એક યુવકે તેના સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સગીરાએ આવી રીતે અનેક યુવકો પાસેથી પૈસાની લાલચમાં ભાભીએ તેની પાસે દેહવ્યાપાર કરાવ્યો હતો અને કોઈને જાણ ન કરવાની પણ ધમકી આપી હતી. સગીરાએ સમગ્ર બાબત પોતાના બીજા ભાઈને કરતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી