પાર્ટીપ્લોટ અને હોલના બુકિંગ માટે હવે નાગરિકોએ ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે. બુકિંગ સમયે ડિપોઝીટ, સફાઈ અને ભાડાની રકમ અગાઉ અલગ અલગ ભરવાની રહેતી હતી, પરંતુ હવે સિંગલ વિન્ડો સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. અરજી સમયે જ ડિપોઝીટ, સફાઈ અને ભાડાની રકમ નાગરિકોએ ભરવાની રહેશે.
સિવિક સેન્ટર પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાત મહિના પહેલા ડ્રો કરવામાં આવશે. જેને ડ્રો લાગશે તેનો પ્રસંગ પૂરો થયા બાદ ભાડાની, સફાઈ વગેરેના પૈસા ગણતરી કર્યા બાદ બાકી બચેલા પૈસા ખાતામાં જમા કરવામા આવશે. જેને ડ્રોમાં નહિ લાગે તેઓને એક જ અઠવાડિયામાં કેન્સલ ચેક પરત કરવામાં આવશે.
34 , 1