અમદાવાદ : નરોડા મેમકો રોડ પર યુવકની ઘાતકી હત્યા, ગુપ્તભાગમાં છરીઓ મારી મોતને ઘાટ ઉતારી દેવાયો

શહેરકોટડા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરના નરોડા મેમકો રોડ પર યુવાનને ગુપ્તભાગમાં છરીઓના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. મૂળ ઉત્તરપ્રદેશન અને હાલ અમદાવાદમાં મંજૂરી કામ કરતા રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે કારખાનાથી નોકરી કરી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન મોડી રાતે અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નરોડા રોડ રાજીવ ગાંધી ભવન સામે એક યુવાન રસ્તા પર સૂતેલો દેખતો હતો. તપાસ કરતા યુવક મૃત હાલતમાં હતો. હાલ આ મામલે શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશન અને હાલ અમદાવાદમાં મંજૂરી કામ કરતા જીતેન્દ્ર રામ ભરોસે કુશવાહએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેનો કાકાનો દિકરો રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે મજૂરીકામ કરીને એક વ્યક્તિ સાથે બહાર ગયો હતો.

ત્યારબાદ જીતેન્દ્ર ઘરે સૂતો હતો. તે દરમિયાન શહેરકોટડા પોલીસ સ્ટેશનમાંથી મોબાઈલ પર ફોન આવ્યો કે, બચ્ચનની લાશ નરોડા રોડ પાસે પડી છે ત્યાં જઈને જોતા બચ્ચનના ગુપ્તભાગના તેમજ પાછળના ભાગે છરીઓના ઘા મરેલા હતા. પરંતુ કોણે આ હત્યા કરી તે વિશે કોઈને જાણ ન હતી. હાલ શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

 48 ,  1