September 27, 2020
September 27, 2020

અમદાવાદ : કુબેરનગરમાં બે માળનું મકાન ધરાશાયી, એકનું મોત

5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત-બે લોકોનો આબાદ બચાવ

અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. દુર્ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો છે. મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેમજ વરસાદી માહોલને લઇ આ દુર્ઘટના સર્જાઇ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોના બચાવ થયો હતો.

મળતી વિગત મુજબ, આ મકાન કૂબેરનગરના ફાટક પાસેના વિસ્તારોમાં આવેલું હતું. મકાન કૉમ્પલેક્ષ સમાન હતું. જેમાં નીચે દુકાનો હોવાની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના મતે આ જર્જરિત હતું. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રે 12.00 વાગ્યા બાદ આ ઘટના ઘટી હતી.

સતત 5 કલાક કરતા વધુ સમય ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો પ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. 

કોટ વિસ્તારમાં અસંખ્ય જર્જિતત મકાનો 

સતત વરસાદથી જર્જરિત મકાનો સામે ખતરો વધ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સમયાંતરે જર્જરિત મકાન પડવાની ઘટના બનતી રહે છે. જેમાં કેટલીક ઘટનામાં વ્યક્તિના મોત પણ થતા હોય છે. ગત 5 દિવસમાં 2 જગ્યાએ મકાન પડવાની ઘટના બની છે. સ્થાનિક કોર્પોરેટર મયુર દવેએ આ વિશે જણાવ્યું કે, આ વિસ્તાર મકાન પડવાની દર વર્ષે 20 થી 25 ઘટનાઓ બને છે. હજી પણ જૂના અમદાવાદમાં સેંકડોની સંખ્યામાં જર્જરિત મકાનો આવેલા છે.

ખાડિયા, કાલુપુર, શાહપુર, દરિયાપુર અને જમાલપુરમાં આવા મકાનોની સંખ્યા પ્રમાણમાં વધુ છે. તો મધ્ય ઝોનમાં અંદાજે 200 જેટલા ભયજનક મકાનો આવેલા છે. આવા જર્જરિત મકાનના રીપેરીંગની લઈને ભાડુઆત-મકાન માલિક વચ્ચે વિવાદ થતાર હે છે. નજીવા ભાડા સાથે રહેતા ભાડુઆત રીપેરીંગ કરાવતા નથી. તો બીજી તરફ, Amc માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. 

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર