અમદાવાદ : ગરીબોના વસાહત પર બુલડોઝર ફર્યું..

ઠંડી અને વરસાદથી બચવા માટે એક માત્ર આશરો હતો ઝૂંપડું

જુના વાડજ સર્કલ નજીક AMCના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ કામગીરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જુના વાડજ સર્કલ નજીક BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબોના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોક્યુમેન્ટ રજૂ કરનાર કેટલાક લોકોને ચાંદખેડા વિસ્તારમાં આવેલા TP 44 આવાસ યોજનાના મકાનોમાં મકાન ફાળવવામાં આવ્યા હતા.

જો કે છેલ્લા છ મહિનાથી પાણી ન આવતું હોવાના કારણે તેઓને ફરી અહીંયા રહેવાની ફરજ પડી હતી. હવે આજે કોર્પોરેશને તેઓના ઝુંપડા તોડી નાખતા અને તેઓને રોડ પર રહેવાની ફરજ પડી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુના વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રિઝર્વ પ્લોટમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હટયા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 50 જેટલાં ઝૂંપડાં ને તોડવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કેટલાક હૃદયદ્વાવક દ્રશ્યો પણ સર્જાયા હતા.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી