અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ ફરી વિવાદમાં, સ્વચ્છ ભારત અભિયાનના નામે ‘લૂંટ’

ઘરે ઘરે ફોટા પાડી ડસ્ટબિન પરત લઇ લેતા થયો હોબાળો

સદર બજાર કેમ્પમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોળકી સક્રિય

પોલીસ બોલાવવાની ધમકી આપતાં ટોળકી થઇ રવાના

અમદાવાદ શ્હેરના સદર બજાર સ્થિત કેન્ટોન્મેન્ટ બોર્ડ ફરી વિવાદમાં આવ્યું છે. બોર્ડના સીઈઓનું નામ લઇ એક ટોળકી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનના નામ પર ઘરે ઘરે ડસ્ટબિન મૂકી ફોટા પાડીને પરત લઇ લેતા હોબાળો થયો હતો ત્યાર બાદ પોલીસ બોલાવવાની ધમકી આપતાં સમગ્ર ટોળકી ભાગી ગઈ હતી.

સદર બજાર કેમ્પના સ્થાનિક રહીશ અને અગ્રણી તુષાર પરમારના જણાવ્યા અનુસાર, કેન્ટોનમેન્ટ બોર્ડનું નામ લઈ 3 થી 4 ટોળકી 10- 10 લોકોની મંડળી બનાવી વગર કોઇ કેન્ટોનમેન્ટ બોર્ડ કે આઉસોર્સિંગ કંપનીના આઇ ડી કાર્ડ વિના જ કેન્ટોનમેન્ટ છાવણી વિસ્તારમાં કેન્ટોનમેન્ટ બોડના નામે કેટલાંક અજાણીયા માણસો સ્વચ્છ ભારત અભિયાનના ડસ્ટબિન ધરે ધરે મુકીને ફોટા પાડી પરત લઇ જતા હતા.

ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. અમે સ્થળ પર જઈ પૂછપરછ કરતા તેઓ કોઈ આધાર કે પુરાવા તેમની કામગીરી અંગે બતાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ પોલીસ બોલાવવાની ધમકી આપતાં સમગ્ર ટોળકી ભાગી ગઈ હતી.

જયારે અન્ય એક સ્થાનિક મુનાવરઅલી અને જયેશભાઈના જણાવ્યા અનુસાર, સદર બજાર કેમ્પના અન્ય એક વિસ્તારમાં વોટર ટેક્સ બિલના સર્વેનું કહી સદર બજારના લોકો જોડે શુક્રવારે આધાર કાર્ડ ઉઘરાવવામાં આવી રહ્યું હતું. જ્યારે મંડળીઓના આગેવાનોને પૂછતા તેઓ શેનું સર્વે કરી રહ્યા છે તે અંગે તેઓ કોઈ સંતોષજનક જવાબ આપી શક્યા ના હતા. આ ઉપરાંત મંડળીની આગેવાની કરી રહેલ એક યુવકને પૂછેલ કે બોર્ડ દ્વારા આ સર્વે કરાવાવા અંગે કોઈ પબ્લિક નોટિફિકેશન કે પબ્લિક નોટિસ આપેલ હોય તો દેખાડો. આગેવાને પોતાનું નામ અક્ષય મોઇત જણાવ્યું હતું. અને પોતે કેન્ટોનમેન્ટ બોડના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી ધીરજ સોનાજેનો સંબંધી હોવાનું રટણ કરતો હતો. અને સ્પષ્ટ કરેલ કે કે મને કોઈ આઇ ડી કાર્ડની જરૂર નથી.

ત્યારબાદ પોલીસ બોલાવાનુ કહેતા આ ટોળકી પણ ભાગી ગઈ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા વગર કોઈ પરિપત્ર સફાઈ માટે અમુક નાણાં રહીશો પાસેથી વસુલવામાં આવતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

 67 ,  1