અમદાવાદ : પ્રાથમિક સમસ્યાઓને લઈને કેન્ટોનમેન્ટના રહીશોએ કર્યો વિરોધ, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

અમદાવાદ શહેરના કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે આવેલ કેંટોનમેન્ટ વોર્ડ.નાં વણકર વાસમાં વિવિધ પ્રાથમિક સમસ્યાઓને લઇ યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર રજૂઆત કરી હતી. વણકરવાસમા જવા આવવાના રસ્તાની હાલત અતિ બિસમાર થઈ ગઈ છે. સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. રોડ નવાં બનાવતાં નથી.અને સ્થાનિકો દ્વારા ઘણી વખત કેન્ટોનમેન્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. કેન્ટોનમેન્ટ ના અઘિકારી કામ કરતા નથી. અત્યંત મુકેલીનો સામનો સ્થાનિકોને કરવો પડે છે.

આ સાથે તંત્ર દ્વારા લગાવવામાં આવેલી સ્ટીક લાઇટો બંધ હાલતમાં છે. લાઈટો બંધ હોવાથી સ્થનિકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે. છતા વોર્ડના મેમ્બર તેમજ જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરે છે.

આ સાથે પાણીની પણ સમસ્યા વર્તાઈ રહી છે. ક્યારેક પાણી અનિયમિત તો ક્યરેક દુષિત પાણી આવતું હોય છે. તો , ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. એક તરફ કોરોના જેવી મહામારીમાં ગંદકીના સામ્રાજ્યમાં સ્થાનિકોને જીવના જોખમે રહેવું પડે છે. સરકાર કોરોનામાં તકેદારીની વાત કરે છે પરંતુ કેંટોનમેન્ટ વિસ્તારમાં આવેલ વણકરવાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોતા જવાબદાર સામે સવાલો ઉઠી રહ્યા છે.

કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને નિયમિત પગાર આપવા આવતો નથી. ત્યારે યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં જયેશ ગાંધી, તુષાર પરમાર, નીકુજ ડોડીયા, જતિન પરમાર, અમિત સોંલકી, પ્રતિક ચૌહાણ સહિત યુવા મિત્રોએ બેનર સાથે તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી.

 442 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર