અમદાવાદ – સુરતમાં કોરોના મહામારીના કારણે નહિ થાય છઠ પૂજાનું આયોજન

આ વર્ષે છઠ પૂજાની ઊજવણી ઘરે થશે, મનપાની મંજૂરી ન મળી

ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. 

દર વર્ષે અમદાવાદના સાબરમતીનદીના કિનારે છઠ પૂજાની ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ કંઇક અલગ છે. કોરોનાના લીધે છઠ પૂજાનું આયોજન કરવામાં નહી આવે. આ અંગે છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે અમદાવાદના ઇન્દીરા બ્રીજ પાસે છઠપૂજા ઘાટ ખાતે આયોજન થયું હોય છે પરંતુ આ વખતે તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી છઠપર્વની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન મહિલાઓ દ્વારા 3 દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના લીધે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ત્યારે ઘાટ પર આવેલા કુંડમાં પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો બધાને ચેપ લાગવાનો ભય વધુ રહે છે. જેથી આ વખતે છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા છઠ પૂજાનું આયોજન રદ કરવા અંગેની જાહેરાત કરી છે. 

સુરતમાં પણ છઠ પૂજાની ઊજવણી ઘરે થશે

સુરતમાં કોરોનાને લઈ જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા નહીં થાય. સ્થાનિક સમિતિ દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વસતા 8 લાખ પરપ્રાંતિય છઠ્ઠ પૂજા ઘરે કરશે. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી.

સુરત શહેરની વાત કરીએ તો શહેરના અડાજણ, જહાંગીરપુરા, ઉઘના, સિંગમપોર વિસ્તારમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડના નિવાસીઓ સૂર્યની પૂજા કરે છે.

બિહાર વિકાસ મંડળ પ્રભુદાસ યાદવે જણાવ્યું કે અમે તમામ આયોજકોએ નિર્ણય કર્યો છે કે આ વર્ષે છઠ પૂજાની ઊજવણી જાહેરમાં નહીં થાય. સ્ત્રી અને પુરૂષના 72 કલાકના ઉપવાસ થાય છે પરંતુ લોકોની લાગણીને અમે માન નહીં આપી શકીએ. લોકોએ પોતાના ઘરે ઊજવણી કરશે અને મહિલાઓને નમ્ર નિવેદન છે કે પોતાના નિવાસે જ છઠ પૂજાની ઊજવણી કરે

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર